Monday, August 4, 2008

પૅન મારી સાવ કુવારી

તારા દેહની માદકતા વિશે લખતાં લખતાં, શાહિ પણ સાર્થક્તા સાથે સંબોધાઇ ગઇ, યૌવન ને કેદ કરવું છે ગઝલ માં પણ, સાથે શાહિની પણ અપેક્ષા ચર્ચાઇ ગઇ, મદહોશ સાગર માં ડૂબકી ખાતા ખાતા, શાહિ પણ તન મન થી તરસાઇ ગઇ, અંગોની મૃદુતા જાણે મહેફીલે પહેલો જામ, શાહિ પણ પીતા પીતા કાગળ પર છવાઇ ગઇ, મોહક લાવણ્ય ની લલિતા જાણે નભનો ચાંદ, ચાંદની પણ સોળે શ્રુંગારે શાહિથી લખાઇ ગઇ, 'અજાણ'નગરના રાજમાં રાજેસ્વરી તું શબ્દે શબ્દે, પૅન મારી સાવ કુવારી યૌવન માં નીચોવાઇ ગઇ.