Thursday, August 6, 2009

પ્રેમ માં કયાં જાણકારી જોઇએ


પ્રેમ માં કયાં જાણકારી જોઇએ
બે રદય વચ્ચે કટારી જોઇએ
આપણા જ ઘર માં હોય ચાલે નહિ
એમના ય ઘર માં બારી જોઇએ
સ્રિ હરી ને છોકરી વચ્ચે સામ્યતા
બે નેય પુજારી જોઇએ
એ અગાસી પર સુતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

Monday, March 16, 2009


ઇશ્ક મોહબ્બત માં પડવાનું ગમે
જો તું હોય તારણ મારું તો
તારા થઈ તારણ માં ભળવાનું ગમે
તબાહી ના સમુંદર માં તરવાનું ગમે
જો તારાજ હાથે હોય તબાહી તો
તબાહ થઈ તારા હોઠે હસવાનું ગમે
તારાજ હાથે મૌત ને મળવાનું ગમે
જો તારી કુંડળી માં હોય મોત મારૂ તો
આ હાથ ની રેખાઓને શોખથી સજવાનું ગમે
લાગણીયો ને મારી થોડું લણવાનું ગમે
જો તું જ હોય મારી લજ્જા ની લાગણી તો
'અજાન' લાગણી ના ઓજસ માં વળવાનું ગમે..

- અજાન અંજાન -

મજાક મજાક ની લપડાક


મજાક મજાક ની લપડાક ને શું નામ દઇએ?
ખામોશ રદય ની ડાયરી ના બોલો શું દામ દઇએ?
રહેમ ના રહ્યો લગારે લાગણીઓ ના કવન નો
આ ગીત ની મૌસમને બોલો શું જામ દઇએ?
રવિ પણ જાણે છે કે કવિયત્રિ છે કવિના પ્રેમ માં
આ ગઝલના ગાનને કયા સ્વર ના તાન દઇએ?
તમેજ તો કહેતા હતા કે તું કાયમ માટે મારો છે
આ તારા ને મારા સંબંધ ને બોલો શું અંજામ દઇએ?
ખપી ગયો છે 'અજાન' લજ્જા તારી લાજ માં
બેઇજત ની રીત થી તો એને બોલો શું માન દઇએ?
- અજાન અંજાન -