Wednesday, July 30, 2008

સુકાયેલા એક ક્ષણ થી તુ સ્નાન કરી ને આવજે
તરછોડેલાં વાદળને ક્ષિતિજ ને પેલે પાર કરીને આવજે
વસંતના અંદાઝ માં તો જરા ફાવટ કરી ને આવજે
ઋતુઓ થી તું સોળે સિંગાર કરીને આવજે
આકાશ ને તું સૅઠી સોળે સિંગાર કરી ને આવજે
ચાંદ સિતારાઓ ને પણ સાથે ઘાયલ કરી આવજે
આ પ્રસંગી વાતો નો વપરાશ બની ને આવજે
સ્વેત વસ્ત્રો માં વિંટળાયેલ મારી લાજ થઇને આવજે
'અજાણ' ના બેસણાં માં તો આંખો નિરાધર લઇને આવજે

બોમ્બ બની એક ખૌફ માં ખોવાઇ રહી છે માનવતા

ધર્મો નાં ધંધા વચ્ચે દફનાઇ રહી છે માનવતા
અવિસ્વાસ ના સમતોલ માં તોલાઇ રહી છે માનવતા
ચૉરે ને ચૌટે જુઓ તો વેચાઇ રહી છે માનવતા
બોમ્બ બની એક ખૌફ માં ખોવાઇ રહી છે માનવતા
ચિંતાઓના ચિતકાર માં ચોરાઇ રહી છે માનવતા
ભડ ભડતી આ આગ માં ઓલાઇ રહી છે માનવતા
સોળ ધડકાના શોર થી ગુંજાઇ રહી છે માનવતા
માન ને વત્તા કરીને જુઓ તો ક્યાં રહી છે માનવતા
'અજાણ' ગણિત ના જ્ઞાન માં ઘુંચાઇ રહી છે માનવતા

કોણ છે કનક કોણ છે શફક


કોણ છે કનક કોણ છે શફક ને કોણ રદય ની ખાણ માં
ડુબેલાં ને પણ ડુબાડે છે નયન પ્રેમનાં વ્યવહાર માં
દોસ્તી ના દર્દમાં વહેચ્યા છે મિનારા એકાંકી અહેસાસ માં
કોણ છે મુમતાઝ કોણ આ શારજહાં બધાંજ દફન તાજમહાલમાં
મોતથી આધિન નપાવટ છે નૈન એક કથિત નાર માં
કોણ શબ્દોમાં છુપાયેલ ને કઇ ગઝલ છે હવે ગુલઝાર માં
તમાશો નથી છે જગત તમશ તોહમતના આહાર માં
કપટ તણા આ કાળ માં ને ફકત સ્વાર્થ તણા સૈતાન માં
શરતો નું સાહસ નથી ને છે શરત એક તારા સહવાસ માં
કોણ જીતે છે ને કોણ હારે બાજી તનમન ની એક પ્યાસ માં
તમારા થી 'અજાણ' હતો ને છું હવે તો એજ ઇન્તેઝાર માં
કોઇકતો પુછશે તમને કે કોણ છુપે છે હવે આ કબ્રસ્તાન માં

Wednesday, July 23, 2008


તું જતી વખતે જેટલી ખુશ ખુશાલ ગઇ
તેટલી જ ખુશ રાખીશ તને જીદગીભર
મારો તો જવાબ તેજ છે
જે તું ઇચ્છે છે
ભલે મારી પાસે ગાડી બંગલો નથી
પણ હું હૈયે રાખીશ તને
મન ની ગાડી માં ફેરવીશ તને
ગાંડો ઘેલો હું છું તો તારો જ
મારા ઝુંપડે તો અંધારુ હોય
પણ તારા પ્રેમનાં દીવડા નાં અજવાસથી
ચારે તરફ અજવાસ છે
બધા કહે છે કે ગરીબને પ્રેમનો અધિકાર નથી
હું તારી આપેલી લાગણી ની દોલત થી અમીર છું
અને તે દોલતને મારા કરતાં વધારે સાચવીશ
તું જ્યાં રહે હંમેશા ખુશી તનેજ ચાહે
વાતાવરણ માં સુવાસ મહેકે
ફુલો ને પણ તારા સાથે લેણદેણ હોય
તને કઇ રીતે હેરાન કરાય?
તું તો વગડા નો છાંય આપતો વિસામો છે
ને કદાચ મારો અંતિમ પણ.........'અજાણ'

Monday, July 21, 2008

ચાંદ સિતારાઓ થી બચી ને ચાલું છું

ચાંદ સિતારાઓ થી બચી ને ચાલું છું
મને બદનામી આપી છે આ હવાઓ એ
સહારો જ્યાં મળ્યો એની વાત શું કરવી?
સહારે સહારે તોફાન કર્યું મારી વફાઓએ
આ ઉંમર માં જીવવું તો ઘણું જરૂરી છે
જીવન અર્પણ કર્યુ તો હતું મેં ફજાઓને
વર્ષોથી સમય નથી મળતો મારે શું કહેવુ?
સમયને પણ બગાડ્યો છે તમારા ઇશારાઓએ
ખુદની ખરીદી માં એક નામ મારૂ છે 'અજાણ'
જન્મો વિત્યા પણ જાત ના મળી જનારાઓને...

ખુદની ખબર નથી ને ખુદાની શોધ માં છે માણસ

ખુદની ખબર નથી ને ખુદાની શોધ માં છે માણસ
માણસોની જાત માં માણસથી પરેશાન છે માણસ
અડધો અધુરો તો પણ પુરો પોતે પોતનાથી સૂરો
સંજ્ઞાઓના સંશોધન માં પણ ડૂબેલો છે માણસ
સોબતોની શાન માં અને સંજોગો ના અભાન માં
શરતો અને શોખની તોપથી ફુટેલો છે માણસ
દુનિયાની નાતો દરકાર નાતો પોતાનું કાંઇ ભાન
સંબંધોની લાગણીઓના મારથી સુઝેલો છે માણસ
પ્રેમતો પળવાર છે ફક્ત સ્વાર્થનો જ વ્યવહાર છે
અનૈક્તાની આણ માં વરસોથી સુતેલો છે માણસ
'અજાણ' જગતનાં જોશમાં કોણ છે હવે તો હોશ માં
પીને શરાબ શોધોતો નશાની દશામાં ટુટેલો છે માણસ.......

Friday, July 18, 2008

તું હોય પાણી અને હું હોઉં તરસ

તું હોય પાણી અને હું હોઉં તરસ
આ સંબંધની ભીનાસ જો લાગે કેવી સરસ
તું હોય વાદળનો વેશ અને હું મેહુલો હંમેશ
આ ધરાની તરસ કહે હવે તું વરસ
તું હોય આભાસી બિંદુ હું સાગરે સિંધુ
તોય છિપાવી શકુના સાગરની તરસ
તું હોય સ્વાસ અને હું હોઉં શરીર
આ જીવનની તલપ જો લાગે કેવી સરસ
તું હોય યૌવન અને હું સોળ વરસ
આ મુગ્ધતાની મજાનો લાગે કેવો કળશ
તું તારી જાણ અને હું કોઇ ' અજાણ'
આ ઓળખની સજાની લાગે મને તરસ.....

Wednesday, July 16, 2008


ઇશ્ક મોહોબ્બત માં મને પડ્વાનું ગમે
જો તું હોય મારૂ તારણ તો
તારા થઈ તારણ માં ભળવાનું ગમે
તબાહીનાં સાગર માં મને તરવાનું ગમે
જો તારાજ હાથે હોય તબાહી તો
તબાહ થઇ તારા હોંઠે હસવાનું ગમે
તારા જ હાથે મૌત ને મળવાનું ગમે
જો તારી જ કુંડળી માં હોય મૌત મારું તો
હાથની રેખાઓ ને શોખથી સજવાનું ગમે
લાગણીઓ ને મારી થોડું લણવાનું ગમે
જો તુ જ હોય મારી લજ્જાની લાગણી તો
'અજાણ' લાગણી ના ઓજસમાં મને જડવાનુ ગમે..

અત્ર તત્ર સર્વત્ર તારા માં જ કેમ ડુબી ગયો એક વિપ્ર


દિવસ નાતો થાય છે નાતો રાત જાય છે
મને તો સર્વસ્વ માં તું જ દેખાય છે
અત્ર તત્ર સર્વત્ર તારા માં જ કેમ ડુબી ગયો એક વિપ્ર
રટણ તારૂ થાય તો તું જ મને પરખાય છે
શાસ્ત્રો વેદો અને ઉપવેદો માં તુ મને વંચાય છે
તંત્ર મંત્ર સહસ્ત્ર કાંઈ તો તારામાં ચૂકી ગયો એક વિપ્ર
વિચાર ઉત્પન થાય તો તારામાં વળખાય છે
તન મન ધન માં તું મને અનુભવાય છે
સ્તુતિ ભુતિ અનુભુતિ તનેજ કેમ અર્પણ કરી ગયો એક વિપ્ર
જાણ ' અજાણ ' તે કેવું આવરણ સરજી ગયો એક મિત્ર....

પ્રેમ માપવા નો સરળ રસ્તો એટલે શક

ઍય જીદગી મેં તને અત્યાર સુધી જે પણ કંઇ આપ્યું તેનુ નામ વિસ્વાસ અને તે મને મારા ઉપર કરેલો હતો તેનું નામ અંધવિસ્વાસ. બન્ને તરફ સ્વાસ તો મારા જ હતાં. જો આ બાજી હું હારી જાઉં તો તારા તરફથીય હું અને મારા તરફથીય હું હારૂ એ વાત ચોક્કસ છે.આ વાર્તા માં જે સર્જન છે તેનું ત્રીજુ નામ આત્મવિસ્વાસ છે જે મેં તને નથી સોપ્યો અને હવે કદાચ સોંપી પણ ના શકું કારણ માત્ર એટલું કે હું તારા માટે તો એક શકી માણસ છું પણ એય જાલીમ હજી તું ક્યા સમજી શકી છો કે શક નો અર્થ શો થાય?
તારા પાસે તેને સમજવા સમય જ નહી હોય. શક ને દુનિયા ખરાબ કહે છે પણ હું તો શક નું બિજુ નામ પ્રેમ માપવા નો સરળ રસ્તો એવી વ્યાખ્યા આપી બેઠો છું. શક કરવા નો અધિકાર તેજ લઈ શકે જે તમને દિલોજાન થી ચાહતું હોય. તેજ વ્યક્તિ ને તમારી ચીંતા હોય તેના સિવાય તમને બિજુ કોઈ સ્વાર્થી તમને તેનો સ્વાર્થ પુરો કરવા તમારા ગુણગાન તો નથી ગાતું તે નો શક વારે ઘડીયે તેને સતાવે છે. બાકી ઘણાં એવા સંબંધ છે જ્યાં શકનો કોઈજ ઉદભવ નથી તે સંબંધમાં એક મર્યાદા હોય છે પણ જ્યા મર્યાદા નથી તે સંબંધ ને પતિ-પત્નિ નો સંબંધ કહે છે તેમાં એકબીજા પર શક હોય તો તે ખોટી વાત નથી તે શક જ પ્રેમનું માપન છે તેમ વિચારવુ જોઈએ. વિસ્વાસ તો હોય જ છે પણ વિસ્વાસ સાથે થોડો શક હોવો જરુરિ છે તેના થી ખબર પડે છે તે તમને એટલાં બધાં ચાહે છે કે કોઇ બિજી વ્યક્તિને કે તેના વિચારો ને તમારી સાથે તે સહન નથી કરી શક્તુ. જો આમ ના હોય તો મારા મત મુજબ પ્રેમ પ્રેમ ના કહેવાય.
------ અજાણ ----------

અવકાશ શૂન્ય અંધકાર માં ડુબતો લાગુ છું


અવકાશ શૂન્ય અંધકાર માં ડુબતો લાગુ છું
શાંતિ નાં એ આચળ માં આહથી જુરતો લાગુ છું
કોણ જાણે ક્યારે ટૂટશે આ સિતારાની શાન જગત માં
કિનારે કિનારો થઇ મોહજાળ થી સાવ છુટતો લાગુ છું
મૌસમ જોઇ લીધા આ જગતનાં વેર સમા અનેક
વિરાનિયત નાં વાદળ માં શૈતાની તોહમત ફૂકતો લાગુ છું
તોફાને તો કહી દીધું હતું કયારેય નહિ આવુ તારા ઉપર
કોણ જાણે કેમ તારા માં ને તારા માં ખુપતો લાગું છું
ક્યારે હવે આવશે અંતિમ સ્વાસ નો એકાદ સાદ
બની 'અજાણ' યૌવન ની પાંખ થી ટુટતો લાગું છું..

રવિ પણ જાણે છે કવિ છે કવિયત્રીનાં પ્રેમ માં


રવિ પણ જાણે છે કવિ છે કવિયત્રીનાં પ્રેમ માં
ડુબાડ્યો છે સુબાને સુબોધ ના એ વહેણ માં
લાગે છે જાણે પ્રેમ દફનાવતી પ્રિતનાં વેર માં
સજાવ્યો છે શબદ ને શબદ ના કહેણ માં
વાતાવરણ તો વર્ત્યુ છે તારા ને તારા ઘેન માં
જુકાવ્યો છે હિમાલય ને હિમની તરફેણ માં
લાગે હવે ખુમાર આવતો કવિની પાગલ પૅન માં
દ્રષ્ટાવ્યો છે દ્રષ્ટાંત એ દ્રષ્ટીની દેણ માં
દુષ્ટ એક 'અજાણ' તોફાન આવશે વચ્ચે મઝધાર માં
કોણ જાણે કોણ કોણ ડુબે છે જગત નાં ઝેર માં....!

Monday, July 14, 2008

'અજાણ' રદયના

બેઇજ્જતો ની રીત માં રીશ્તેદાર પુરવાર છું
ઇજ્જતદારોની પ્રિતથી લાગે કે હું 'અજાણ' છું
વર્તમાન વાતાવરણનો અમસ્તો એક વ્યવહાર છું
તમારા અહંકાર નો પુરવાર થયેલો અંજામ છું
વરસ્યાં નહિ એ વાદળ હું વાદળને પેલે પાર છું
તરસ્યાં રહ્યાં હોઠ ને હું હોઠનો ધિકકાર છું
જાણ છું પહેચાણ છું ફક્ત બે કૉડીનો દામ છું
તમારાજ કાયદે થતો વારંવાર હું કત્લેઆમ છું
આપના વિસ્વાસથી વરસેલો એ પ્રથમ સ્વાસ છું
'અજાણ' રદયના શબ્દોથી છુટેલી તલવાર છું.



સુતો હતો શેષશૈયા ના સાગર ઉપર
આવી પવન વેગે તેં મને જગાડ્યો કેમ?
શું બગાડ્યું હતું એં જીદગી મેં તારૂ?
આવી રીતે પ્રેમમાં તેં મને દઝાડ્યો કેમ?
રંગો છે વિશેષ અધિક સંબંધો ના રંગના
આવી અનેક્તાની એક્તા માં તેં મને ડુબાડ્યો કેમ્?
વહાવી લઇ ગયું વહેણ આશના અવતાર ને
લાવી ફરીથી આંખમાં સ્વપ્ન તેં મને ફસાવ્યો કેમ?
શહેરી પ્રેમલીલા ઓથી સાવ 'અજાણ' ગામ છું
આવી હૈંયે ને હોંઠે તેં મને રમાડ્યો કેમ?