Saturday, August 28, 2010

મારી લજામણી


તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ
મન માં જો થાય તને અડવાના કોડ
લજવાઇ જાય તારા મનની દિશાઓ
ને વિલાઇ જાય તારો છોડ..તુ તો ….
સરીતાની સેંઠીમાં જો સાગર સિંદુર હોય
વાદળની વેણી માં મેહુલીયાની જો મ્હેર હોય
તો ઉડેના ધરતીની ધૂળ રે ધમાલીયા
ધરતીની ઓંથે બેઠાં લાજ ના એ મૂળીયા
ને મૂળીયાં પણ લાગે સતામણીનાં શૂળીયા
મન માં જો…..
લાજ્જા ની ચાદર ઓઢીં ઝાકળ સૂર્યથી શરમાય
અંધારાની ઓઢણી માં તો વાદળ પણ વહેમાય
અરે વ્યવહાર ના વિષયમાં તો વાણી પણ વહેચાય
‘AJAN’મનમાં છે મારા આખા જગની વિશાળતા
ને તારી પાસે તો માત્ર તારો છોડ..
કે તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ….
——AJAN ANJAN

No comments: