ચાંદ સિતારાઓ થી બચી ને ચાલું છુંમને બદનામી આપી છે આ હવાઓ એ
સહારો જ્યાં મળ્યો એની વાત શું કરવી?
સહારે સહારે તોફાન કર્યું મારી વફાઓએ
આ ઉંમર માં જીવવું તો ઘણું જરૂરી છે
જીવન અર્પણ કર્યુ તો હતું મેં ફજાઓને
વર્ષોથી સમય નથી મળતો મારે શું કહેવુ?
સમયને પણ બગાડ્યો છે તમારા ઇશારાઓએ
ખુદની ખરીદી માં એક નામ મારૂ છે 'અજાણ'
જન્મો વિત્યા પણ જાત ના મળી જનારાઓને...

No comments:
Post a Comment