Friday, July 18, 2008

તું હોય પાણી અને હું હોઉં તરસ

તું હોય પાણી અને હું હોઉં તરસ
આ સંબંધની ભીનાસ જો લાગે કેવી સરસ
તું હોય વાદળનો વેશ અને હું મેહુલો હંમેશ
આ ધરાની તરસ કહે હવે તું વરસ
તું હોય આભાસી બિંદુ હું સાગરે સિંધુ
તોય છિપાવી શકુના સાગરની તરસ
તું હોય સ્વાસ અને હું હોઉં શરીર
આ જીવનની તલપ જો લાગે કેવી સરસ
તું હોય યૌવન અને હું સોળ વરસ
આ મુગ્ધતાની મજાનો લાગે કેવો કળશ
તું તારી જાણ અને હું કોઇ ' અજાણ'
આ ઓળખની સજાની લાગે મને તરસ.....